<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

લાઠીમાં પાંચ દિ'પહેલાં નદીમાંથી મળેલી લાશ કોઇ ફેંકી ગયું હતું હત્‍યા કરનાર કોણ?: પરપ્રાંતિય મહિલા દવા લેવા નીકળી હતી

 

અમરેલી તા.૨: ( અરવિંદભાઈ નિર્મળ દ્વારા) લાઠીના ગાંગડીયા નદીમાં પુલ નીચેથી પાંચ દિવસ પૂર્વે નગ્ન અવસ્‍થામાં મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલાયો હતો અને મહિલા ને ગળાટૂંપો આપી હત્‍યા કરી લાશને ફેંકી દીધા નું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, લાઠીના ગાંગડીયા નદીના પુલ નીચે થી આલમગીરી હોટલ પાસે નગ્ન અવસ્‍થામાં એક મહિલાની તરતી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી

દરમિયાન ગત તા.૨૭ ના આ મહિલા ના પતિ મહારાષ્‍ટ્રના જી . નંદુરબાર તા. શાહદા રે. પીંપરાની ના ગોટીયા તુલિયા રાવતાલે અનુસૂચિત જનજાતિ દ્વારા પોલીસમાં તેની પત્‍ની જમુબાઈ ને તાવ આવતો હોય અને દવા લેવાનું કહી સાહદા મુકામે ગઈ હોય અને પરત ન ફરતા પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન આ મહિલા ની લાશ ગત તા.૨૮ ના લાઠીના ગાંગડીયા નદીના પુલ નીચે નગ્ન અવસ્‍થામાં તરતી લાશ મળી આવતા પોલીસે લાશ નું પીએમ માટે ભાવનગર મેડિકલ કોલેજ ફોરેન્‍સિક લેબમાં મોકલતા ગળાના ભાગે કોઈ ચીજ વસ્‍તુથી ગળાટ ટુપો આપી મળત્‍યુ થયાનું ખુલતા પોલીસે અજાણ્‍યા ઇસમો સામે હત્‍યાનો ગુનો ઉમેરી તપાસ હાથ ધરી છે. દરમિયાન મહારાષ્‍ટ્ર થી લાઠી સુધી આ મહિલા કેવી રીતે પહોંચી મહારાષ્‍ટ્ર માં હત્‍યા કરી લાશને કોઈ ફેંકી ગયુંકે હત્‍યા અન્‍યત્ર સ્‍થળઉપર થઈ છે હત્‍યાનું કારણ શું છે સહિત જાત જાતની ચર્ચા એ જોર પકડ્‍યું છે.

અમરેલીમાં મહિલાનો આપઘાત

અમરેલીમાં ગાંધી બાગની સામે ઝૂંપડપટ્ટીમા રહેતી કંચનબેન રસિકભાઈ પરમાર નામની યુવતીએ લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સિટી પોલીસ માં જાહેર થવા પામ્‍યું હતું

(12:16 PM IST)