તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળો આકરોઃ સુરેન્દ્રનગર ૪ર.૩, રાજકોટ ૪ર.ર ડીગ્રી
ધોમધખતા તાપથી લોકો પરેશાનઃ બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા રસ્તાઓ સુમસામ

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળો શરૂ થઇ ગયો છે. સુરેન્દ્રનગરમાં કાલે રાજયનું સૌથી ઉંચુ તાપમાન ૪ર.૩ ડીગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટમાં ૪ર.ર ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. એક બાજુ ગરમીએ માઝા મુકી છે ત્યારે બીજી બાજુ અમુક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. તો સૌરાષ્ટ્રમાં આકરી ગરમી અનભવાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આજેકચ્છ અને ભાવનગરમાં હીટવેવની શકયતાને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, સુરત, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શકયતા વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં પ્રતિકલાક ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
મધ્ય મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સકર્યુલેશનને લઈને ભેજ આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ મધ્ય વરસાદ અને ઝાપટાં વરસી શકે છે. દ્વારકા જિલ્લામાં મોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી પગલા લેવા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
નોંધનીય છે કે એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાન ૩૦.૩થી ૪૦.૪ ડિગ્રી રહે છે, પરંતુ આ વખતે એઙ્ઘિલમાં તાપમાન ૧થી ૩ ડિગ્રી વધુ રહી શકે છે, એટલે કે પારો ૪૨ ડિગ્રી વટાવી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી વધુ રહેશે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા વઢવાણ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો નીચે ગયો હતો. પરંતુ છેલ્લા ૩ દિવસથી સતત ગરમીનો પારો ૪૦ ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. મંગળવારે પણ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨.૩ ડીગ્રી નોંધાયુ હતુ. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૮ ડીગ્રી નોંધાયુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે. પરંતુ થોડા દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટતુ હતુ.
રાતના સમયે ફુંકાતા ઠંડા પવનોને લીધે લઘુત્તમ તાપમાન તો ૨૦ ડીગ્રીની નીચે જતુ રહ્યુ હતુ. જયારે મહત્તમ તાપમાન પણ ૪૦ ડીગ્રી નીચે નોંધાતુ હતુ. પરંતુ છેલ્લા ૩ દિવસથી ફરીથી ગરમી પીક ઉપર છે. તા. ૩૦, ૩૧ માર્ચ અને ૧ એપ્રીલના રોજ ગરમીનો પારો ૪૦ ડીગ્રી ઉપર નોંધાઈ રહ્યો છે. જેના લીધે ફરી જનજીવનને અસર થઈ છે. તા. ૩૧ માર્ચના રોજ મહત્તમ તાપમાન ૪૧.૩ ડીગ્રી નોંધાયુ હતુ. જેમાં ૨૪ કલાકમાં ૧ ડીગ્રી તાપમાન વધીને તા. ૧ એપ્રીલને મંગળવારે ૪૨.૩ ડીગ્રી સુધી પહોંચ્યુ હતુ. જયારે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. તા. ૩૧ના રોજ ૨૨ ડીગ્રી સામે તા. ૧ ના રોજ ૨૨.૮ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. (પ-૮)
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
