તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 2nd April 2025
ધ્રોલ પાલિકાના પ્રમુખ વિનોદભાઇ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા કારોબારી ચેરમેનપદે સુરેશજતી ગોસાઇની વરણી

(સંજય ડાંગર. હસમુખ કંસારા દ્વારા) ધ્રોલ તા.૨: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને આ વખતે પણ પ્રજાએ જનાદેશ આપીને ૨૮ માથી ભાજપ ૧૯ બેઠકો પર વિજય, કોંગ્રેસ ૮, અને અપક્ષ ૧ બેઠક પર વિજય થયો હતો ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવતા પ્રમુખ, ઉપપ્રમુખ ની ધ્રોલ નગર પાલિકા ખાતે યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષ અનુસૂચિત જાતિ માટે અનામત હોય વોર્ડ નં.૧ માંથી ચુંટાયેલા વિનોદભાઈ ટપુભાઈ વાધેલાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી અને વોર્ડ નં ૬ ના પટેલ સમાજ માથી આવતા ઉપપ્રમુખ પદે રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા ને જવાબદારી આપી તેમજ કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે સુરેશજતી રેવાજતી ગોસાઈની વરણી કરવામાં આવી હતી.
ધ્રોલ નગરપાલિકાના હોદેદારોની વરણી સામે મો. જામનગર જીલ્લા ભાજપના મહામંત્ર, જામનગર જીલ્લાના. ભાજપના મહામંત્રી, જામનગર મંત્રીશ્રી કુમારપાળસિંહ રાણાની હાજરીમાં મેન્ડેટ દ્વારા નકકી કરાયેલા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. તમામ નીયુકત થયેલા હોદેદારોની હાજર રહેલા આગેવાનોએ ફૂલહાર કરીને શુભેચ્છાઓ પામવામાં આવેલ.
સમગ્ર કામગીરી અંતે પ્રાંત અધિકારી સ્વપનીલ પરે અધ્યક્ષતામાં યોજાયેલો આ પ્રસંગે જીલ્લા ભાજપ અગ્રણી રસીકભાઇ મુંગરા, હેમરાજભાઇ મુંગરા, નવલભાઇ ભુંગરા, શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઇ કોટેચા વિગેરેએ હાજરી આપી હતી.(૩૮.૧૮)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
