તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જામનગરમાં વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની માંગણી સાથે મૌન રેલી
ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિજનો ઉપરાંત શિવસેના- મહાદેવ હર મિત્ર મંડળ સહિતની અનેક ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિજનો જોડાશે

(મુકુંદ બદીયાણીદ્વારા) જામનગર, તા.,૨: સ્વામીનારાયણ સંપ્રદાય ના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશજી અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાયેલા -વિવાદિત લખાણો સામે વિરોધ વ્યક્ત કરવા આજે તા ર ના બુધવારે સાંજે ૪ વાગ્યે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે મૌન રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકના લખાણો અંગે ગુજરાતભરમાંથી ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ આવેદન આપવા સહિતના કાર્યક્રમો થયા બાદ આજે બુધવારે આવા વિવાદીત લખાણો રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજાયું છે. જેમાં સાંજે ૪ વાગ્યે ઓશવાળ સેન્ટર પાસે આવેલા સંતોષી માં ના મંદિરથી સરુ સેક્શન રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલી યોજવામાં આવી છે.
આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને અધિકારીઓને આવેદન પત્ર પાઠવીને વિવાદીત લખાણો દુર થાય, તે સહિતની માંગણી કરશે. આ કાર્યક્રમમાં ગુગળી બહ્મ સમાજ, આહિર સેના- ગુજરાત, મહાદેવ હર મિત્ર મંડળ, શિવસેના, સતવારા સમાજ યુવક મંડળ, શ્રીરામ બજરંગદળ, રાજા મેલડી મિત્ર મંડળ, હિન્દુ મહાસભા, ભગવા સેના, કોળી સમાજ સહિતના હિન્દુ સંગઠનો જોડાશે. (૪.૬)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
