તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
મોરબી મહાપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ૧૩ જગ્યા માટે ૧૨૮૯ ઉમેદવારો, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ
ત્રણ દિવસ સુધી સવારે- સાંજે બે સેશનમાં ૪૦૦ ઉમેદવારોને બોલાવીને તેમનું ઈન્ટરવ્યૂ લેવાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨: મોરબીમાં મહાપાલિકા બન્યા બાદ મોટા પાયે ભરતી પ્રક્રિયા ક્રમશઃ થઈ રહી છે. જેમાં હાલ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની ૧૩ જગ્યા માટે ૧૨૮૯ ઉમેદવારોએ ફોર્મ ભરતા તમામના ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે.
મોરબી મહાપાલિકા દ્વારા અલગ અલગ કેટેગરીમાં ૭૮ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૦૦થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ૧૩ જગ્યા માટે અધધધ ૧૨૮૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા આજથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ત્રણ દિવસ સુધી ચાલવાની છે. ઉમેદવારોને સવાર અને સાંજે બે સેશનમાં બોલાવવામાં આવી રહ્યા છે. દરરોજ ૪૦૦ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
