તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જેતપુરમાં સ્મશાનની વેચી નખાયેલ જમીનનું દબાણ દૂર કરતી પાલિકા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨: શહેરમાં ભુમાફયાઓ એ માજા મૂકી હોય માલિકીની જગ્યા તો ઠીક પરંતુ સ્મશાનની જગ્યા પણ નહોતી છોડી સારણ નદીના પુલ પાસે આવેલ સમાધિ આપવા માટેના સ્મશાનની જગ્યાનો દસ્તાવેજ કરી વેચી નાખેલ તે અંગે અકિલામાં સર્વપ્રથમ સમાચાર પ્રસિદ્ધ હતા તંત્ર દોડતું થઈ તુરંત દબાણ દૂર કરાવ્યું.
શહેરના સારણ નદીના પુલથી ખાખામઢી હનુમાનજી મંદિર બાજુ દશનામ ગોસ્વામી તેમજ અન્ય સમાજ માટે સમાધિ આપવા સ્મશાન માટેની જમીન અંદાજિત ૧૦૦ વર્ષ પહેલા આપેલ આ જમીન નો ભાગ એક શખ્સે ઇમલા કરાર કરી ત્યાં કરેલ બાંધકામ બે રૂમ ઓસરી રૂ.૩ લાખમાં વેચી નાખેલ. આ અંગે દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખે નગરપાલિકામાં અરજી કરેલ તેમજ આ મુદ્દે જાગળત નગર સેવક સત્યનભાઈ ગોસાઈ ચીફ ઓફિસરને રજૂઆત કરેલ જે અનુસંધાને પાલિકાએ ખરીદનાર વ્યક્તિને માલીકીના કાગળ રજૂ કરવા નોટિસ કરેલ જેનો કોઈ જવાબ નહીં મળતા આ જમીન નગરપાલિકાની જ હોય અને તેના પર દબાણ કરેલ હોય. ગતરોજ બુલડોઝર લઈ આ ગેરકાયદેસર દબાણ દૂર કરી ફરી સ્મશાન માટે જમીન સોંપી આપેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
