<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

વિસાવદર-ભેસાણની બેઠક પર કુરજીભાઈ ભેસાણીયાના લઘુબંધુ રામજીભાઈ ભેસાણીયાએ ભાજપમાંથી દાવેદારી કરવાની જાહેરાત કરતા નવા જ રાજકીય સમીકરણો

સંભવિત વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે વિસાવદર અને ભેસાણ વિસ્‍તારના અડીખમ અને અણીશુદ્ધ પવિત્ર ગણાતા એવા સ્‍વ. કુરજીભાઈ ભેસાણીયાના નાના ભાઈ સહકારી અગ્રણી શ્રી રામજીભાઈ ભેસાણીયા (મો.૬૩૫૧૬ ૭૫૭૦૯)એ પણ ચૂંટણી લડવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરેલ છે.

સ્‍વ. કુરજીભાઈ ભેસાણીયા આ વિસ્‍તારમાંથી ત્રણ વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા અને ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી પણ રહી ચુકયા હતા . શ્રી રામજીભાઈ ભેસાણીયા પણ તેમના ભાઈનો વારસો સંભાળી રહ્યા છે . તેઓ ખેડૂતોની અનેક સામાજિક સંસ્‍થાઓ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે . ૧૯૮૭ થી ૨૦૦૭ સુધી ભેસાણ ગ્રામ પંચાયતમાં નાની ઉંમરમાં સતત ચૂંટાતા સરપંચ રહ્યા છે .હાલમાં રામજીભાઈ જિલ્લાની સૌથી અગ્રેસર અને સક્ષમ ભેસાણ સેવા સહકારી મંડળીના સતત પંદર વર્ષથી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્‍યા છે.

આ સિવાય ઇફ્‌કો જેવી સંસ્‍થામાં પણ છેલ્લા ૧૦ વર્ષથી ડિરેક્‍ટર તરીકે સેવા આપી રહ્યા છે. તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદે અનેક વખત રહી હાલમાં પણ ખેડૂતો ની આ વિવિધ સન્‍સ્‍થામાં ડિરેક્‍ટર પદે રહી ખેડૂતોના પ્રશ્ને સતત સજાગ રહી કાર્ય કરી રહ્યા છે ત્‍યારે વિસાવદર વિધાનસભાની આવનારપેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષમાંથી પક્ષ ખેડૂત આગેવાન એવા રામજીભાઈને ટિકિટ આપે તો સ્‍વ. કુરજીબાપા જેવાજ ખેડૂતલક્ષી કાર્યો કરશે તેમ રામજીભાઈ ભેસાણીયાએ જણાવ્‍યુ છે.  રામજીભાઈ પોતે ભારતીય જનતા પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા તૈયાર હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું છે.

(1:57 PM IST)