<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ડ્રગ્‍સ સાથે પકડાયેલ ધોરાજીના શખ્‍શની જામીન અરજી મંજુર

કેશોદ માનખેત્રા હાઈવે પાસેથી કુલ ૨૩.૯૯ ગ્રામ એમ.ડી. ડ્રગસ સાથે ઝડપાયેલા ધોરાજીના આરોપીને શરતોને આધીન જામીન મુક્‍ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ ધોરજીનો ઈમરાન જુમા મતવા મુંબઈની બે મહિલાઓ સાથે કાળા કલરની એવીનેસ મોપેડમાં પ્રતિબંધીત નાર્કોટીકસ ડ્રગ્‍સ લઈને રાજકોટ તરફથી કેશોદ થઈને માંગરોળ ખાતે વેંચાણ કરવા જતો હોવાની બાતમી આધારે જુનાગઢ એસ.ઓ. જી. પોલીસ કેશોદ માનખેત્રા હાઈવે પાસે વોંચ ગોઠવી ઈમરાન જુમા મતવા, અરિસા  જુબેર મહમદ રફીક શેખ અને તાસીફ નદિમ જહુર ખાનને ઝડપી લીધા હતા.

ઈમરાન પાસેથી ૨૧.૯૪ ગ્રામ અને આરિસા બહેન પાસેથી ૨.૦૫ ગ્રામ મળી  કુલ ૨૩.૯૯ ગ્રામ મેફેડ્રોન કબ્‍જે કર્યું હતું. જે કેસમાં જેલ હવાલે રહેલા આરોપી ઈમરાન  જુમાભાઈ મતવાની જામીન અરજી સેસન્‍સ કોર્ટમાં  નામંજુર થતા હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઇ આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હાઇકોર્ટે  હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપી વતી સૌરાષ્‍ટ્રના જાણીતા એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહિતભાઈ ઘિયા, કેતનભાઈ બેલડીયા અને મદદમાં રીધ્‍ધીબેન ખંધેડીયા રોકાયા હતા

(3:20 PM IST)