<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી વધતા ગરમીનો પારો ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા આકરા તાપથી લોકો અકળાયા

 (વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ બે ડિગ્રી વધીને ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા.આજનું લઘુતમ તાપમાન ૨૪.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા રહ્યું હતું .અને પવનની ઝડપ ૧૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(7:26 PM IST)