<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

નશાનો કાળો કારોબાર :દ્વારકાના ઓખામાંથી કોલ્ડડ્રિંકની આડમાં નશાકારક સીરપ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

એક આરોપીની ધરપકડ અન્ય બેની શોધખોળ : જીયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડડ્રીંકના નામે આરોપીઓ મીઠાપુર વિસ્તારમાં ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ ફેકટરી ચલાવતા

દ્વારકા જિલ્લાના ઓખામાંથી ગેરકાયદેસર રીતે કોલ્ડડ્રિંકની આડમાં નશાકારક સીરપ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. દ્વારકા જિલ્લાના 3 યુવક દ્વારા ગેરકાયદેસર રીતે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.

  આ ત્રણેય યુવક નોન આલ્કોહોલીક કોલ્ડડ્રિંકની આડમાં આલ્કોહોલીક કોલ્ડ ડ્રીંક વેચતા હતા. જીયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડડ્રીંકના નામે આરોપીઓ મીઠાપુર વિસ્તારમાં ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ ફેકટરી ચલાવતા હતા. તમામ આરોપીઓ કોઈપણ જાતના પરવાના વગર આલ્કોલિક ડ્રીંક બનાવી વેચતા હતા. પોલીસે દરોડા પાડીને 1 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  ઓખા પોલીસે એક આરોપીઓને 36,600ની કિંમતની આલ્કોહોલની 660 બોટલ સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કેતન જટણીયા જે મીઠાપુરનો રહેવાસી છે, તેને ઝડપીને વધુ 2 આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટણીયાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ આદરી છે.
 

(8:51 PM IST)