<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રાપર વિસ્તારમાં પીવાના પાણીની કટોકટી નિવારવા તંત્ર સજાગ: નર્મદા કેનાલ પર બક નળીઓ કાપવા ની શરુઆત

કેનાલ બંધ થાય એ પૂર્વે કેનાલમાં રહેલ પાણીના જથ્થાને રિઝર્વ રાખવાના પ્રયાસો : ચુસ્તપણ પોલીસ બંદોબસ્ત પણ જો પાણી ચોરી થશે તો ગોઠવવામાં આવશે

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : વાગડ વિસ્તારના રાપર તાલુકામાં થી પસાર થતી કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ  માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે કચ્છ જિલ્લા ની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે તે અન્વયે આજે રાપર તાલુકાના મોમાયમોરા થી સુવઈ સુધી ના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતો ને અગાઉ આપેલી સુચના અનુસાર આજે રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઇ ભીંડે પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઇજનેર એ.બી. પ્રજાપતિ જુનિયર ઈજનેર કે.ડી બાંભણીયા રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ એચ.વી.કાતરીયા નગરપાલિકા ના પાણી પુરવઠા સુપરવાઇઝર માવજી મેરીયા સહિત ના નગરપાલિકા .પોલીસ મામલતદાર નર્મદા યોજના પીજીવીસીએલ ની ટુકડી સાથે આજે સવારથી બક નળીઓ કાપવા ની શરુઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દુર કરી રહ્યા હતા

આ અંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઇ અને ચીફ ઓફિસર રવાજી જાડેજા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાલીસ હજાર ની વસતી ધરાવતા રાપર શહેરમાં ને માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે એટલે જિલ્લા કલેકટર તથા નર્મદા ના અધિકારીઓ પાસે આ કેનાલ મા રહેલ પાણી અનામત રાખવા માટે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે અન્વયે આ કેનાલ મા જે પાણી નો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે જેથી બે અઢી મહિના સુધી કેનાલ બંધ રહેશે ત્યારે આ કેનાલ દ્વારા નગાસર તળાવ ભરવા મા આવશે અને આ પાણી દ્વારા દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ઉપરાંત રાપર શહેર ને સામખીયારી થી દર બીજા દિવસે ત્રણ એમએલડી પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય નગરપાલિકા પ્રમુખ ચાંદભાઇ ભીંડે એ શહેર ના નાગરિકો ને પાણી કરકસર થી વાપરવા માટે અનુરોધ કર્યો હતો અને ગયા વરસો દરમ્યાન કેનાલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું એવી પરિસ્થિતિ થવા દેવા મા આવશે નહિ રાપર શહેર મા દર ત્રણ દિવસે તમામ વોર્ડમાં દોઢ કલાક સુધી પાણી પુરતા પ્રમાણમાં મળી રહે છે આમ આજથી નર્મદા કેનાલ પર આવેલા બક નળીઓ કાપવા ની તથા દુર કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્તપણ પોલીસ બંદોબસ્ત પણ જો પાણી ચોરી થશે તો ગોઠવવામાં આવશે તેમ એક સંયુક્ત રીતે જણાવ્યું છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:39 AM IST)