<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અનંત અંબાણીની ભક્તિ-આધ્યાત્મ-સનાતન સંસ્કૃતિ સાથેની પદયાત્રા :પૂ. બાગેશ્વરબાબા

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રિલાયન્સ પરિવારના અનંત અંબાણીની દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશ ભગવાન સુધીની યાત્રામાં જોડાયા : દ્વારકાધીશ ભગવાન બોલાવે છે ત્યારે જ ત્યાં સુધી જવાનો વિચાર આવ્યો છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ :
જામનગરના એરપોર્ટ ઉપર બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મોડી રાત્રે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી રિલાયન્સ રવાના થયા હતા.

 જામનગરથી દ્વારકા તરફ અનંત અંબાણીની ચાલી રહેલ પદયાત્રા દરમિયાન બાબા બાગેશ્વર જોડાયા હતા અને તેઓએ કહ્યું હતું કે તેમના પરમ મિત્ર અનંત અંબાણીની ભક્તિ આધ્યાત્મ અને સનાતન સંસ્કૃતિ સાથેની આ પદયાત્રામાં તેઓ જોડાયા છે.

        તે જાણીને યાત્રામાં સીધા જ તેઓ પહોંચ્યા છે અને સાથે દ્વારકાધીશ ભગવાન  બોલાવે છે ત્યારે જ ત્યાં સુધી જવાનો વિચાર આવ્યો છે અને તે મૂર્તિમંત થઈ રહ્યો છે. તેમ જણાવ્યુ હતું.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:34 AM IST)