<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ફટાકડાના ગેરકાયદે વેચાણ ઉપર ગીર સોમનાથ એલસીબીની લાલ આંખ : પાંચ વેપારીઓ સામે ગુન્‍હો

(દેવાભાઇ રાઠોડ દ્વારા) ગીર સોમનાથ : ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્‍ફોટે ર૦ થી વધુ મજુરોના ભોગ લીધા હતા. આ દુર્ઘટનાથી  રાજયભરમાં ગેરકાયદે ફટાકડાના વેચાણ અને ઉત્‍પાદન ઉપર સામુહીક રીતે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ગઇકાલે જુનાગઢ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની દોરવણી હેઠળ એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા, પીએસઆઇ સિંધવ અને સ્‍ટાફે ગીર સોમનાથમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરતા પાંચ જેટલા વેપારીઓ સામે બીએનએસ ર૦ર૩ની કલમ રર૭ તથા સ્‍ફોટક અધિનિયમ ૧૮૮૪ની કલમ ૯(બી)મુજબ ગુન્‍હો નોંધી ૪ લાખથી વધુનો ફટાકડાનો જથ્‍થો કર્યો છે. દિલીપ નાનુભાઇ ચૌહાણ, ભાવેશ ભાનુશંકર પુરોહીત, પરસોતમ મનસુખભાઇ બારૈયા, તુલસીભાઇ રાજાભાઇ વાયલુ અને કમલેશભાઇ ચિમનભાઇ કામવાણી સામે ગુન્‍હો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. (૪.૨૦)

(11:48 AM IST)