News of Friday, 4th April 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી આકરો તાપઃ બપોરે રસ્તા સૂમસામ
મહત્તમ તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબજેબ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઇ જાય છે. અને મહત્તમ તાપમાન ૪ર ડીગ્રીને પાર થઇ જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. હિટવેવ, યલો એલર્ટ વચ્ચે જૂનાગઢમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ જતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ચેલા ત્રણ દિવસથી ગરમી સતત વધી રહી છે ગુરુવારે જુનાગઢ ખાતે મહત્તમ તાપમાન વધીને ૪૧.૧ ડિગ્રી નોંધાતા લોકો મોડી સાંજ સુધી શેકાયા હતા.
વધુ આગામી રવિવાર સુધી જુનાગઢ સહિત સોરઠમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે જુનાગઢ કળષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર સૂકા પવન શરૂ થતા ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગામી રવિવાર સુધી જુનાગઢ ખાતે તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેશે.
ગરમીનું આક્રમણ વધતા લોકોના જનજીવન પર પણ અસર થઈ છે. બપોર થતાની સાથે જ રસ્તાઓ અને બજાર સૂમસામ થઈ જાય છે.
તંત્ર દ્વારા સતત વધી રહેલા તાપમાનને લઈને જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા અને ખાસ કરીને ધોમધખતા તાપમા અવરજવર નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧, મહત્તમ તાપમાન ૩૯.પ, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ પ.પ કિ. મી. રહી હતી. (પ-૧૩)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
