News of Friday, 4th April 2025
જામજોધપુરના શેઠવડાળામાં જોષી પરિવાર આયોજીત ભાવગત કથામાં લોકડાયરો-સન્માન

જૂનાગઢઃ જામજોધપુર તાલુકાના શેડવડાળાગામે જોષી પરિવાર દ્વારા પિતૃ ઓનામોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભાગવતાચાર્ય પ્રકાશભાઇ જોષીના વ્યાસાસ ને ચાલી રહયો છે. જેમાં ગત રાત્રે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં જૂનાગઢના યુવા લોકસહિત્યકાર શિવરાજભાઇ વાળા તથા દેવલ મહેતાએ જમાવટ કરી હતી ઉપરોકત તસ્વીરમાં લોકસાહિત્યરસમાં શ્રોતાઓને તરબોળ કરતા શિવરાજભાઇ વાળા તથા દેવલ મહેતા તેમજ જોષી પરિવારના ઉમિયા શંકરભાઇ, કમલેશભાઇ, જગદીશભાઇ, મુકેશભાઇ, ભરતભાઇ, સહિતનાનું સાલ ઓઢાડી ગુરૂ ગીતા અર્પણ કરી પુ. જેન્તિરામ બાપા એ સન્માન કરેલ ત્યારબાદ અકિલાના માધ્યમથી કથાનો પ્રચાર અને પ્રસાર કરાવવા બદલ જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું અને મેંદરડાના જીવનભાઇ તેરૈયાનું અને નાગદાનભાઇ ચાવડાનું સાલ ઓઢાડી જોષી પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાસ્ત્રી પરેશભાઇ મહેતા, વનરાજભાઇવાળા, વિપુલભાઇ તેરૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ- વિનુ જોષી-તસ્વીર-મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
