News of Friday, 4th April 2025
ઉપલેટાના મોટી પાનેલીમાં ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબામાં માતાઓ બહેનોએ માં ની આરાધના કરી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા. ૪: મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવેલ માતાજીની આરાધના માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો અને ચૈત્રી નવરાત્રી માં માતાજીના ગુણગાન ગાવામાં આવે છે બીજી બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઉજવવા માં આવે છે શાષાો અનુસાર ચૈત્રી નવરાત્રી નું મહત્વ હિન્દૂ ધર્મમાં અતિ ઉત્તમ ફળ આપનારું બતાવેલ છે માં ના ભક્તો આ નવરાત્રીમાં અનુસ્થાન સાથે ઉપવાસ રાખી માતાજીની ભક્તિ કરે છે માતાજીનું ઘટ સ્થાપન કરી માતાજીની આરતી પૂજા કરી વ્રત ઉપવાસ રાખી કુંવારીકા ભોજન રાખી કન્યાઓને ભેટ આપી માતાજીની ઉપાસના કરે છે કહેવાય છે કે ચૈત્રી નવરાત્રીમાં કરેલી આરાધના કે કન્યા પૂજન નું ઉત્તમ ફળ માતાજી પોતાના ભક્તોને આપે છે માટેજ ચૈત્રી નવરાત્રી નું આ ઉત્તમ ફળ અને માતાજીની આરાધના માટે મોટી પાનેલી ના લીમડા ચોક ખાતે માતાજીના ભક્તો એ માતાઓ બહેનો માટે રાસ ગરબાનું આયોજન રાખેલ જેમાં બહોળી સંખ્યામાં માતાઓ બહેનો જોડાયેલ અને માતાજીના રાસ લઇ માં ની આરાધના કરેલી માતાજીનું સ્થાપના કરી પૂજા વિધિ સાથે માતાજીને પ્રસાદ ઘરાવેલ વેપારી એશોશિએશન ના મંત્રીશ્રી હરેશભાઇ તન્ના દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવેલ સર્વે પધારેલ માતાઓ બહેનો સાથે ઉપસ્થિત ભક્તોજનો ને અલ્પાહાર પીરસવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમ શ્રી શક્તિ ગરબી મંડળ ના પ્રમુખશ્રી રતાભાઈ ફિંડોરીયા, વિજયભાઈ ચાંદારાણા, અનિલભાઈ દાવડા, ડી કે ક્લોલા,વિજય પરમાર, આસિફ મેર, નીરજ બુહેચા, કપિલ, રજની, દર્શન, જીગ્નેશ, દિપક દાવડા, હિતેષભાઇ ચાવડા, દક્ષ વગેરે યુવાઓ એ સુંદર કામગીરી બજાવી માતાજી ની ભક્તિનો લાભ લીધો હતો. (તસવીર- અહેવાલ-અતુલ ચગ મો. ૯૮૯૮૯ ૩૦૨૪૪)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
