News of Friday, 4th April 2025
હળવદના ઘનશ્યામગઢ ગામે ૧૦ પતા ટીંચતા ૭.૫૮ લાખ સાથે ઝડપાયા

(દીપક જાની દ્વારા) હળવદ તા.૪: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી, પટેલની વાડીએ જુગાર રમતા પત્તા પ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી મૌરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી માર્ગદર્શન નીચે હળવદ તાલુકાના ધનશ્યામગઢ ગામે વાડી વિસ્તારમાં જુગાર રમાતા હોવાની બાતમી મળતા રેડ કરતા પતા ટીચતા શખ્સોને રોકડ રકમ ૭.૫૮ લાખ અને ૨ લાખની વેગનાર કાર સહીત કુલ ૯.૫૮ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
હળવદ તાલુકાના ધનશ્યામગઢ ગામની સીમમાં આવેલ બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી(પટેલ) ની વાડીએ અમુક માણસો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરતા હાર જીતનો જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ રકમ ૭.૫૮,૫૦૦ તેમજ વેગેનાર કાર કીમત રૂ ૨ લાખ કુલ મુદામાલ કી.રૂ ૯.૫૮.૫૦૦ મુદામાલ જપ્ત કરી જુગાર પાશ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં નિતેશ રતિલાલભાઈ આદ્રોજા રહે મોરબી, શંકર બેચરભાઈ લોરીયા, રહે નવા ધનશ્યામગઢ, દિલીપભાઈ ઉર્ફે અમુભાઇ કરસનભાઈ વામજા રહે-રણમલપુર હળવદ, કિરીટસિંહ ઉફે ક્રિપાલસિંહ બટુકસિહ ઝાલા રહે કોઢ તા.ધાંગધ્રા, કેશુભાઈ બાબુભાઈ થળોદા રહે રણમલપુર, તા.હળવદ મુકેશભાઈ ગોરઘનભાઈ કૈલા, રહે, નવા ઘનશ્યામગઢ તા.હળવદ રણજીતભાઈ ગગજીભાઈ ચોહાણ રહે કોઢ તા. ધ્રાંગધ્રા, સુરૂભા હનુભા ચોહાણ રહે કોઢ તા ધ્રાંગધ્રા, હરેશભાઈ અગરસંગભાઈ પરમાર રહે સરા તા. મુળી, બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી, નવા ઘનશ્યામગઢ તા. હળવદ સામે કાર્યવાહી કરી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
