News of Friday, 4th April 2025
મનોહરસિંહ જાડેજાની ગીર-સોમનાથ જીલ્લામાં યશસ્વી કામગીરીના ત્રણ વર્ષ પુરા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ૪: ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા તરીકે યશસ્વી અને કુશળ પ્રશાશક તરીકે કામગીરી બજાવનાર મનોહરસિંહ જાડેજાના કાર્યકાળને આજે ત્રણ વરસ પુરા થાય છે.
તા. ૪-૪-રર ના રોજ તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ ગીર-સોમનાથ જીલ્લામાં ડ્રગઝ જથ્થો તથા આરોપીઓ પકડવામાં ઐતિહાસિક વિક્રમ નોંધાવેલ છે.
પોલિસ ચોરીઓનું નવીનીકરણ, સ્ટાફ રમતોત્સવ અને સવિષતો દબાણ હટાવ ઝુંબેશ વખતે વ્યુહાત્મક દૂરદેશી નાકાબંધી સર્તકતા અને લોકસહકારથી અસરકારક કાયદો વ્યવસ્થા શાંતિરૂપ જળવાય તેવી રીતે પાર પાડી. પોલિસ તંત્ર પરત્વે શિસ્ત અને અસરકારક પ્રભાવ તથા અંગત રીતે નમ્ર-માનનીય સંવેદના સ્વભાવથી તંત્ર તથા પ્રજામાં ગુજરાત પોલિસનો ગૌરવરૂપ આદર મેળવેલ છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
