<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

હજુ વધુ ચાર દિ' આકરી ગરમીના

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકોનર,તા.૪: ભારતીય હવામાન વિભાગ-આઇએમડી અનુસાર ગુજરાત હજુ આઠ તારીખ સુધી આ અકળાવનારી ગરમીનો પ્રકોપ ઘટવાનો નહીં પણ વધતો રહેવાની આગાહી કરાઇ છે. અને રાજયના અમૂક વિસ્‍તારોમાં ગરમી નો પારો ઉંચો ચઢી હીટવેવથી અંગ દઝાડતી ગરમી અનુભવાશે.

સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત અનુસાર ગુજરાતમાં આ સખત ગરમીનો પ્રકોપ રણપ્રદેશથી આવતા ગરમ પવનો ને કારણે છે જો ગુજરાતમાં અરબ સાગર પરથી પવનો વા' તા હોય તો તેમાં ભેજનું ્‌પ્રમાણ સાથે રહેતુ હોઇ, આટલી બધી ગરમ લૂ ઝરતી ગરમી ન રહે.

આઇએમડીના ટેનડેઝ- ફોરકાસ્‍ટ મોડેલ મેપમાં આગામી દસ દિવસ દરમ્‍યાન દેશના વિવિધ વિસ્‍તારોમાં કમોસમી માવઠા નો વરસાદ વરસવાનો વરતારો જોવા મળે છે જો કે ગુજરાતના ભાગે માત્ર આકરી ગરમી જ જોવા મળે છે.

(12:05 PM IST)