<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં શ્રીરામનવમી ઉત્‍સવ રવિવારે ઉજવાશે

 

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૪: આગામી તા.૦૬/૦૪/૨૦૨૫ ને રવિવાર માહે ચૈત્ર સુદ ૦૯ (નોમ) ના દિવસે ‘‘રામનવમી ઉત્‍સવ'' હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર થશે.

જેમાં ના.૦૬ને રવિવાર -(૧) શ્રીજીની ‘મંગલા આરતી' સવારે ૬:૩૦ કલાકે, સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ કલાકે મંદિર (બંધ) અનોસર, શળંગાર દર્શન સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાકે, (૨) શળંગાર આરર્તીં સવારે ૧૦:૦૦ કલાકે, ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી કલાક સુધી દર્શન બંધ, (૩) ઉત્‍સવ આરતી બપોરે ૧૨:૦૦ કલાકે, ઉત્‍સવ દર્શન બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ સુધી, બપોરે ૦૧:૩૦ કલાકે મંદિર (બંધ) અનોસર, બપોરે ૦૧:૩૦ થી સાંજે ૦૫:૦૦ (મંદિર બંધ).

સાંજનો ક્રમ  નિત્‍યક્રમ મુજબ છે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટરની યાદીમાં જણાવ્‍યું છે

(12:12 PM IST)