News of Friday, 4th April 2025
મોરબી શહેર અને તાલુકા ભાજપ તેમજ માળીયા (મીં) તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ મોરબી શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરી છે.
મોરબી શહેર ભાજપ અધ્યક્ષ તરીકે રિશીપભાઈ કૈલાની અગાઉ નિયુક્તિ કરાઈ હતી. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે અજયભાઈ કોટક, મહેશભાઈ ભોજાણી, માવજીભાઈ કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, આરતીબા રાણા અને કેયૂરભાઈ પંડ્યાની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી તરીકે ભૂપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયાની વરણી ક૨વામાં આવી છે. મંત્રી તરીકે ચંપકસિંહ રાણા, વૈશાલીબેન શાહ, કિરણભાઈ મહેશ્વરી, ચંદ્રિકાબેન પલાણ, ભાનુબેન નગવાડિયા અને ચંદ્રિકાબેન સોલંકીની વરણી કરાઈ છે. મોરબી શહેર ભાજપ કોષાધ્યક્ષ તરીકે હર્ષદભાઈ વામજાની વરણી કરાઈ છે.
મોરબી તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકે વિશાલભાઈ ઘોડાસરાની નિયુક્તિ કરાઈ હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી જયંતીભાઈ ચાપાણી, નિતેશભાઈ બાવરવા, મેરામભાઈ રાઠોડ, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, મયુરભાઈ સવસાણી અને જ્યોત્સનાબેન વિનોદભાઈ પરેચાને સોંપવામાં આવી છે. મહામંત્રી તરીકે સવજીભાઈ સુરાણી અને રવિભાઈ રબારીની નિયુક્તિ કરાઈ છે. મંત્રી તરીકે ગીતાબેન પરમાર, દિગ્વિજયસિંહ જાડેજા, મોહિતભાઈ કાસુન્દ્રા, હંસાબેન દિલીપભાઈ સુરેલા, રીટાબેન અરવિંદભાઈ કાવર અને નૈમિષભાઈ વાહનેચીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલની વરણી કરાઈ છે.
માળિયા મિયાણા તાલુકા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારોની વરણી.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ માળિયા (મિયાણા) તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી કરી છે.
માળિયા (મિયાણા) તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકેની જવાબદારી રાજેશભાઈ હુંબલને સોંપવામાં આવી હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી ભાવિકભાઈ એમ. કાવર, નિલેશભાઈ સી. સંઘાણી, વિજયભાઈ ડી. હુંબલ, કાળીબેન નવઘણભાઈ વકાતર, જયદિપભાઈ પી. ઓડિયા અને હસમુખભાઈ સી. ધુમલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. મહામંત્રી તરીકે મનિષભાઈ એ. કાંજીયા અને ધ્રુવરાજસિંહ ડી. જાડેજા નિયુક્તિ કરાઈ છે. મંત્રી તરીકે જલાભાઈ મુળુભાઈ કાનગઢ, આશાબેન વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડ, હંસાબેન વિનોદભાઈ પરમાર, લીલાબેન દેવદાનભાઈ લોલાડીયા, ઈન્દુબેન ઘનશ્યામભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ વિપુલભાઈ એ. વિડજાની નિયુક્તિ કરવામાં આવી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
