News of Friday, 4th April 2025
જૂનાગઢ જિલ્લાના ૪ પીઆઈ અને ૨ પીએસઆઈની આંતરિક બદલી
ઇન્ચાર્જ એસપીએ કરી ફેરબદલ, વંથલીનાં રાણા વિસાવદર ખાતે મુકાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ : ઇન્ચાર્જ જુનાગઢ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ થોડા દિવસ પહેલા પી.આઈ.ની આંતરિક બદલી કરી હતી. ત્યારબાદ બુધવારે વધુ ૪ પી.આઈ.ની બદલીનો હુકમ કર્યો છે. જેમાં વંથલી પી.આઈ. વાય.બી. રાણાને વિસાવદર અને ત્યાંના પી.આઈ. આર.એસ. પટેલને લિવ રિઝર્વ, મહિલા યુનિટના પી.આઈ. આર.બી. ગઢવીને ભેંસાણ અને ભેંસાણ પી.આઈ. એફ.બી. ગગનીયાને મહિલા યુનિટમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાંટવાના પીએસઆઈ આર.એમ. વાળાને ભેસાણ અને ત્યાંના પીએસઆઈ એમ.એચ. હીરપરાની બાંટવા ખાતે બદલી કરવામાં આવી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
