News of Friday, 4th April 2025
પાંજરાપોળ - ગૌશાળાની ગૌમાતા મુદે ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ પૂ.મુકતાનંદ બાપુની રજૂઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: ગાંધીનગર ખાતે ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ અને અગ્નિ અખાડા ના સભા પતિ ચાપરડા સુરેવધામ મહંત મુકતાનંદ બાપુ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ બંધ બારણે એકાદ કલાક મિટિંગ યોજેલ હતી.
જેમાં ખાસ સનાતન ધર્મ પર થતી ટિપ્પણી તથા પાંજરાપોળ તથા ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવા અંગેની રજુઆત કરેલ અન્યો રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ગુજરાતમાં ગાયોના નિભાવમાં આપવામાં આવતી સહાય ખૂબ ઓછી હોય જે વધારવા મહંત શ્રી એ ભારપૂર્વક રજુઆત કરેલ છે મહંત શ્રી મુકતાનંદ બાપુ અન્યો મોટા સંતોની માફક ગાંધીનગરમાં કયારેય દેખાતા નથી કયારેય આ રીતે અગાઉના મુખ્યમંત્રી શ્રી કે મંત્રી શ્રી ને મળવા આવતા નથી આજે અચાનક મુકતાનંદ બાપુ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની મુલાકાત આવ્યા હોય મુખ્યમંત્રીશ્રીને મળી ત્યાર બાદ તુરંત રાત્રીના ગાંધીનગર સચિવાલય નજીક પેથાપુર કૈલાશ ધામ ખાતે જગત ગુરુ શંકરાચાર્ય તથા કેશવાનંદજી સાથે પણ મિટિંગ યોજેલ.
હમણાંજ ગત પખવાડિયા પહેલા અચાનક ભારત સરકારના ગળહમંત્રી અમિત શાહ પણ ચાપરડા આવી અમુક ઉદઘાટન કરેલને મુક્તાનંદજી બાપુને મળી મિટિંગ કરી ગયેલ જે તમામ પાસા જોતા કઈક બાબતે સરકારને સાધુ સંતો બાબતે મિટિંગો લોકોનું ધ્યાન ખેંચી રહી છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
