<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

જુનાગઢશ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે શ્રીરામ ભગવાન અને શ્રી ઘનશ્‍યામ ભગવાનનો જન્‍મોત્‍સવ ઉજવાશે

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ઉજવાશે પ્રભુ શ્રીરામ તથા શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર કરોડો ભક્‍તોનું આસ્‍થા નું કેન્‍દ્ર છે જ્‍યાં સ્‍વયં ભગવાન શ્રી સ્‍વામિનારાયણે સ્‍વહસ્‍તે શ્રી રાધારમણદેવ-હરિકળષ્‍ણમહારાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી રણછોડરાય-ત્રિકમરાય ની સ્‍થાપના કરી છે. મુખ્‍ય મંદિરે સનાતન હિન્‍દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી ખૂબ જ ભાવભેર ધામધૂમથી થતી હોય છે અને હજારો હરિભક્‍તો ઉત્‍સવોમાં જોડાતા હોય છે.

આગામી ચૈત્ર સુદ-૯ (રામનવમી) તા.૦૬/ ને રવિવારે   હિન્‍દુ જન સમાજના આરાધ્‍ય દેવ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનો પ્રાગટય ઉત્‍સવ તેમજ કળિયુગમાં હજારો જીવાત્‍માના આંત્‍યંતિક કલ્‍યાણ માટે પળથ્‍વી પર અવતરેલા ભગવાન શ્રી સ્‍વામિનારાયણ નો ૨૪૪(બસો ચુમાલ્લીસ) મો પ્રાગટય ઉત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રી રામ જન્‍મોત્‍સવની પ્રાગટય આરતી અને રાત્રે ૯ થી ૧૧ સુધી શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે રાત્રે ૧૦.૧૦ કલાકે શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ ની આરતી થશે.

૫.પૂ.સ.ગુ.કો.સ્‍વા. દેવનંદનદાસજીના આશીર્વાદથી જન્‍મોત્‍સવને ભવ્‍યતાથી ઉજવવા માટે સંતો-હરિભક્‍તોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ધર્મ ઉત્‍સવમાં પધારી દર્શન અને પ્રસાદ પ્રાપ્ત કરવા ચેરમેનશ્રી કો.પી.પી સ્‍વામી અને મુખ્‍ય કોઠારી શા.સ્‍વામી પ્રેમસ્‍વરૂપદાસજીએ સૌને ખાસ લાભ લેવા અનુરોધ કર્યો છે તેવું પ્રફુલભાઈ કાપડિયા ની યાદીમાં જણાવવાનું છે.

(1:26 PM IST)