<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર અને હાફુસ કેરીની વધતી આવક:જાણો 10 કિલોના બોક્સનો ભાવ

કેસર કેરીની 3 ક્વિન્ટલ આવક અને હાફુસ કેરીની આવક બે ક્વિન્ટલ થઈ

અમરેલી :ઉનાળાનો શરૂ થઈ ગયો છે. દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ત્યારે કેરીની રાહ જોતા લોકો માટે સમાચાર છે. અમરેલીના માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન થઈ ગયું છે. આ સાથે અન્ય ફળની પણ આવક થઈ રહી છે. અત્યારે લોકો ખરીદી કરી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેસર અને હાફુસ કેરી, ચીકુ, દાડમ, મોસંબી, ટેટી, તરબૂચ અને સંતરાની આવક થઈ રહી છે.

અમરેલી સરદાર વલ્લભભાઈ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ફ્રુટ માર્કેટમાં હરાજી થઈ હતી. જેમાં કેસર કેરીની 3 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં એક બોક્સનો ભાવ 3 હજારથી 5 હજાર રૂપિયા સુધી રહ્યો હતો. તો હાફુસ કેરીની આવક બે ક્વિન્ટલ થઈ હતી. જેમાં 3500થી 6000 હજાર રૂપિયા સુધી રહ્યો હતો.

(1:55 PM IST)