News of Friday, 4th April 2025
માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણની જાનના રથને દોડાવવાની પરંપરા
ઋષિતળ વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણએ રૂકમણીનું હરણ કરીને રથને દોડાવ્યો હતો જેની ઝાંખી આજે પણ રજુ કરાય છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: માધવરાયજી મંદિર કુલગોર શ્રી જનકભાઈ પુરોહિતે શ્રી કળષ્ણની જાનના રથને ઋષિતળ વિસ્તારમાં દોડવવાની પરંપરા વિશે વાત કરતાં જણાવ્યું કે ભગવાન શ્રીકળષ્ણને પત્ર દ્વારા માતા શ્રી રુક્ષ્મણી તેમનું હરણ કરવા માટે જાણ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રીકળષ્ણ પોતાના સારથી સાથે માતા રુક્ષ્મણીનું હજારો રાજાઓની ઉપસ્થિતિમાં માતા રુક્ષ્મણીને રથમાં બેસાડી અને રથને પુરપાટ દોડાવામાં આવ્યો હતો આજે પણ આ પરંપરા અકબંધ છે.
ભગવાન શ્રી કળષ્ણની જાન નીકળે ત્યારે માધવપુરના ઝાપાથી ઋષિતળ વિસ્તારમાં આજે પણ રથને પુરપાટ ઝડપે દોડાવવામાં આવે છે જે ભગવાન શ્રી કળષ્ણએ રૂક્ષ્મણી માતાનું હરણ કરવામાં આવ્યું હતું તે સ્વરૂપના દર્શન કરાવે છે તેમ જનકભાઇ પુરોહીતે જણાવ્યું છે.
આ રીતે બે સંસ્કળતિને એક તાંતણે બાંધતા આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગરિમાને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. (
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
