News of Friday, 4th April 2025
માધવપુરના મધુવનમાં ભગવાન શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહને પર૦૦ વર્ષ પુર્ણ

માધવરાયજી મંદીરના ટ્રસ્ટી જનકભાઇ પુરોહીતે કદમકુંડનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું : રૂકમણીની ઇચ્છા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ઋષિ મુની સાથે સ્નાન કરવા માટે જલકુંડ નિર્માણ કર્યુ : મધુવન ક્ષેત્રમાં રૂકમણીનું પ્રિય કદમના વૃક્ષો આજે પણ છે
પોરબંદર, તા.,૪ : ભગવાન શ્રીકળષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ પ્રસંગ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો માધુપુરના ખાતે આજે પણ સચવાયેલા છે. માધવપુરના મધુવન ખાતે આવેલ કદમ કુંડ જેમાનું એક ઐતિહાસિક પુરાણું સ્થળ છે.
શ્રી માધવરાયજી મંદિરના કુલ ગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે કદમકુંડ ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આશરે ૫૨૦૦ વર્ષ પહેલાં મધુવન ક્ષેત્રમાં દેવી-દેવતાઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીકળષ્ણ અને રૂક્ષ્મણી માતાના વિવાહોત્સવનો પ્રસંગ સંપન્ન થયેલ. ત્યારબાદ ભગવાન શ્રીકળષ્ણ રુક્ષ્મણી માતાને પોતાની ઈચ્છા વિશે પૂછે છે ત્યારે રૂક્ષ્મણી માતા તાાન કરવા માટે એક જલકુંડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
માતા રૂક્ષ્મણીની ઈચ્છા મુજબ ભગવાન શ્રીકળષ્ણ સ્વયં ઋષિમુનિઓ સાથે તાાન કરવા માટે જલકુડનું નિર્માણ કરે છે અને તેના પર માતાજીના પ્રિય વળક્ષ કદમ વાવવામાં આવે છે તેથી આ કુંડનું નામ કદમકુંડ પાડવામાં આવ્યું છે. આજે પણ આ કદમકુંડનું મધુવન ક્ષેત્રમાં આવેલો છે. આ રીતે માધવપુરમાં બ્રહ્મ કુંડ પણ આવેલો છે તેનું પૌરાણિક મહાત્મ્ય છે.
પરેશ પારેખ
પોરબંદર
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
