News of Friday, 4th April 2025
આજે ૪૨.૮ ડિગ્રી સાથે ભુજમાં હાઇ ટેમ્પરેચર: ગરમ લૂ સાથે ધગધગતી બપોર
ઓરેન્જ એલર્ટની અસર વચ્ચે હજી ગરમી વધવાની આગાહી : રસ્તાઓ સૂમસામ થઈ ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા અપાયેલ ઓરેન્જ એલર્ટની ચેતવણી વચ્ચે ભુજ ધગધગી ઉઠ્યું છે. ૪૨.૮ ડિગ્રી સાથે બપોરે બે વાગ્યે ગરમ લૂ સાથે ભારે ગરમીનો અનુભવ થતાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. સરકાર દ્વારા લોકોને ગરમીથી સંભાળવાની ચેતવણી પણ અપાઈ છે. હજી આગામી બે થી ત્રણ દિવસ આવી જ ભારે ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
