News of Friday, 4th April 2025
સસ્તા અનાજના દુકાનદારોના સર્વર ડાઉન-ડબલ ફિંગર પ્રિન્ટ-કમિશન-જથ્થો ઓછો મળ્યો-ગેરકાયદે મજુરી પ્રશ્નો ઉખળ્યા
આગામી દિવસોમાં મુખ્યમંત્રીને તથા જીલ્લાભરમાં DSOને આવેદનો અપાશે સોમનાથ ખાતે ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની વાર્ષિક સભાઃ સોમનાથ દાદાને ધજાજી અપર્ણ

રાજકોટ, તા.૪: ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા કારોબારી બેઠકનું સોમનાથ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ. બેઠકમાં ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા કાર્યકારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ નંદા મહામંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા વાડીલાલભાઈ પટેલ મનુભા જાડેજા ગોરધનભાઈ પટેલ પ્રવિણસિંહ વાઘેલા તથા ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ રૃપારેલીયા અને એસોસિએશનના મીડિયા સહ કન્વીનર પ્રભારી ચિરાગ ભાયાણી આઇટી સેલ કન્વીનર સહ પ્રભારી જુવાનસિંહ કોટીલા ખજાનચી પરેશભાઈ પતીરા વેરાવળ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન પ્રમુખ તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન કારોબારી સદસ્ય સુભાષભાઈ વૈયાટા તથા કારોબારી સમિતિના તમામ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા.
આ સાથે ગીર સોમનાથ જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા સોમનાથ દાદાને ધ્વજાજી ચડાવવાના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ જેમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના કારોબારી સદસ્યો તથા ગીર સોમનાથ જિલ્લા એસોસિયનના આગેવાનો તથા દુકાનદારો ભાઈઓએ ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઢોલ નગારા અને શરણાઈના નાદ વચ્ચે ધ્વજાજીની યાત્રામાં ભાગ લઈ અને સોમનાથ દાદાને ધજાજી અર્પણ કર્યા હતા
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની કરોબારી બેઠકમા રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવેલા જિલ્લા પ્રમુખો અને કારોબારીના સદસ્યોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી જેને આવેદન સ્વરૃપે સરકારમાં રજૂ કરવા માટે કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો દુકાનદારોને દુકાન ચલાવતા સર્વર ડાઉનના પ્રશ્નો ડબલ ફિંગર પ્રિન્ટનો પ્રશ્ન કમિશન રિફંડના પ્રશ્નો ઓછો જથ્થો આવવો તથા ફાટેલા બારદાનમા અનસ્ટાન્ડર્ડ જથ્થો આવવો કોન્ટ્રાકટરના પ્રતિનિધિઓ દ્વારા દુકાનદારો પાસેથી ગેરકાયદે મજૂરી લેવાનો પ્રશ્ન મિનિમમ કમિશન મેળવવા માટે વિતરણની ટકાવારીમાં ઘટાડો કરવા માટે હંગામી દુકાનના પ્રશ્નો વગેરે પ્રશ્નો સહીત ૨૨/૦૯/૧૯૮૯ના પરિપત્રનુ તપાસણી સમયે અધિકારીઓ દ્વારા કરવામા આવતા લંઘન બાબતે મુખ્યમંત્રીને સંબોધીને તમામ જીલ્લા કક્ષાએ આવનારા દિવસોમા આવેદન આપવામા આવશે એવુ ઠરાવવામા આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમમા ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો સહીત મનિષભાઇ તન્ના ભરતભાઇ જીમુલીયા લલિતભાઇ કાનાબાર ભાવેશભાઇ વગેરે દુકાનદાર ભાઈઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામા આવી હતી. (રર.૧૫)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
