News of Friday, 4th April 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની વિક્રમી આવક : યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર
ચણાના 1.25 હજાર કટ્ટા અને ઘઉંની 1.50 લાખ બોરીની આવક: જાણો શું રહ્યા ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં પાક વેચાણ માટે આવતા યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું. ચણાની વાત કરીએ તો આજે યાર્ડમાં આશરે 1.25 હજાર કટ્ટાની આવક થઈ હતી, જ્યારે ઘઉંની આવક તો રેકોર્ડ સ્તરે પહોંચી 1.50 લાખ બોરીને આંબી ગઈ હતી. એટલું જ નહીં, હજી પણ ઘઉં ભરેલા લગભગ 400 વાહનો યાર્ડની બહાર લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા.
આજે યોજાયેલી હરાજીમાં ચણાના 20 કિગ્રાના ભાવ રૂ. 1000 થી 1100 સુધી બોલાયા હતા, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. બીજી તરફ ઘઉંના ભાવ ગુણવત્તા અનુસાર રૂ. 400 થી 750 સુધી રહ્યા હતા.
યાર્ડમાં જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને હવેથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે. ખેડૂતોને સહકાર આપવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
