તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ધ્રોલ-જોડીયાના લખતર બ્રિજથી કેશીયા ગામે જતા ગાડા માર્ગે વેપારી પાસેથી પોણો લાખની લુંટ
બે બાઈક પર અજાણ્યા ચાર શખ્સોએ પીછો કરીને છરી બતાવી મીતભાઈ ગોધવાણી પાસેથી 70,000 ની રોકડ રકમની લુંટ કરીને બેગ લઈ નાસી ગયા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૫ : જામનગર જિલ્લાના જોડીયા નેશનલ હાઈવે નજીક લખતરના પાટીયાથી કેશીયા તરફ જતા રસ્તે એક વેપારી પાસેથી છરીની અણીએ પોણો લાખની લુંટનો બનાવ સામે આવ્યો છે.
જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવેલ ફરિયાદ મુજબ ધ્રોલમા વેપાર કરતા વેપારી મીતભાઈ કિરીટભાઈ ગોઘવાણી જોડિયાના લખતર_ કેશિયાના કાચા રસ્તા પર બાઈક લઈને ગત રાત્રીના ૮.૩૦ કલાકે પોતાના ધરે જતા સમયે જતા હતા.
ત્યારે પાછળથી બે બાઈક પર અજાણ્યા ચાર શખ્સો પીછો કરી રહ્યા હતા અને મીતભાઈના મોટરસાયકલ ઊભું રખાવીને નીચે ઉતારીને જેમાંથી એક ઇસમે છરી બતાવી મીતભાઈ ગોધવાણી પાસેથી 70,000 રોકડ રકમ ની લુંટ કરી બેગ લઈ નાસી ગયા અને બેગમાંથી રોકડ રકમ કાઢી બેગને ફેંકી દીધી હતી ધટના સ્થળે પોલીસ પહોંચી હતી અને વેપારીની ફરિયાદ લઈને આ બનાવને લઈને આગળની તપાસ હાથ ધરી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
