<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ગોંડલથી રાજકોટ જતી ભાદરની પાણીની મેઈન લાઈન તૂટી જતા ૯૦ થી ૧૦૦ ફુવારા ઉડ્‍યા

હજારો લીટર પાણી વેડફાતા આસપાસમાં પાણીનાં તળાવ રચાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા ) ગોંડલ, તા.૫: રાજકોટ  માટે ભાદરના પીવાના પાણીની પાઇપ લાઈન ભાદર ડેમ થી ગોંડલ પાસેથી પસાર થતી  હોય ગોંડલ ની આશાપુરા ચોકડીથી  આગળ  આવેલ ગોલ્‍ડન સીટી નજીક પાઇપલાઇન તુટી હતી.

પાણીની પાઈપ લાઇન તૂટતા લાખો લિટર પાણીનો બગાડ થયો હતો.અને ચોમાસા જેવો માહોલ સર્જાતા પાણીનાં તળાવ સર્જાયા હતા.

 જાણવા મુજબ એક જ જગ્‍યાએ  ભાદર ની પાઇપલાઇન વારંવાર તૂટે છે.ત્‍યારે કોઇ સ્‍થાનિકો દ્વારા તોડી નાખવામાં આવી છે કે આપોઆપ તૂટી તેને લઈને તપાસ થવી જરૂરી બની છે.(૨૩.૩)

(10:15 AM IST)