તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૧.૨૫ લાખ કટ્ટા ચણા અને ૧.૫૦ લાખ બોરી ઘઉંની રેકોર્ડ બ્રેક આવક : ચણાની આવક બંધ કરાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫: ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણા તથા ઘઉની રેકોર્ડ બ્રેક આવક થતા હાલ ચણાની આવક બંધ કરાઇ છે.
ચણા ની ૧.૨૫ હજાર કટ્ટા તથા ઘઉં ની ૧.૫૦ લાખ બોરીની આવક થઈ છે. હાલ બન્ને જણસોની આવક બંધ કરાઇ છે.બીજી બાજુ ઘઉ ભરેલા હજી ૪૦૦ વાહનો યાર્ડ ની બહાર લાઇનમાં ઉભા છે.
ચણાના ૨૦ કિગ્રાના ૧૦૦૦ થી ૧૧૦૦ હરાજીમાં ભાવ બોલાયા હતા.જ્યારે ઘઉંના ૪૦૦ થી ૭૫૦ સુધીના ભાવ બોલાયા છે.
યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી છે.(૨૩.૩)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
