<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

કાલે રામનવમી : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભવ્‍ય ઉજવણી કરાશે

ગામે ગામ શ્રીરામ મંદીરોમાં પૂજન-અર્ચન, મહાઆરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

 

 

રાજકોટ, તા., ૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે રામનવમીની ઉજવણી ભવ્‍યતાથી કરાશે. શ્રીરામ ભગવાનના જન્‍મોત્‍સવના વધામણા કરાશે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ  આટકોટ ગામ સમસ્‍ત દ્વારા ભવ્‍ય રામ નવમી ની ઉજવણી ની તડામાર તૈયારીઓ શરૂ કરી છે મોટા રામજી મંદિર ખાતેથી ભવ્‍ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં આટકોટ ગામ સમસ્‍તના ભક્‍તજનો આ શોભાયાત્રામાં જોડાશે.

આગામી તારીખ ૬-૪-૨૦૨૫ને રવિવારના રોજ રામનવમી નિમિત્તે દર વર્ષેની જેમ જ આ વર્ષે પણ ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે તો સર્વ ધર્મ પ્રેમી ગ્રામજનોને આ શોભાયાત્રામાં  જોડાવવા માટે ખાસ હાર્દિક આમંત્રણ છે. શોભાયાત્રા મોટા રામજી મંદિરથી નાનો ચોક થી મોટોચોકથી લીમડી પીપળી ચોક થી જુના બસ સ્‍ટેશન નીચેના રોડથી હાઇસ્‍કુલ રોડ પર થઈને મોટા રામજી મંદિર પૂર્ણ થશે.  સમય.૬/૪/૨૫ ને  બપોરે ૩.૩૦ કલાકે.

બધા જ લોકોને આ શોભાયાત્રામાં જોડાવા ફરીથી ખાસ આમંત્રણ છે. ગામના રામ સમીતી ગુપ દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે મોટા રામજી મંદિર શુંશોભીત કરવામાં આવ્‍યું છે ધજા  પતાકા સાથે શણગાર કરવામાં આવ્‍યું છે.

(11:41 AM IST)