<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટી વચ્‍ચે કરાર

ખેડૂતો દ્વારા ઉત્‍પાદિત ખેત જણસની ખરીદ-વેંચાણ વ્‍યવસ્‍થા અંતગર્ત ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને દિલીપભાઇ સંઘાણીની ઉપસ્‍થિતીમા ગેજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિ વિશ્‍વ વિદ્યાલયના કુલપતિ ડો.કે.સી.ટીંબડીયા, ગુજકોમાસોલના સીઈઓ દિનેશભાઈ સુથાર, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ મનિષ સંઘાણીની ઉપસ્‍થિતી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૫: ખેડૂતો  દ્વારા તૈયાર કરવામા આવેલ ખેત ઉત્‍પાદનની ખરીદ-વેંચાણ વ્‍યવસ્‍થાનું માધ્‍યમ બની પોષણયુકત વળતર ખેડૂતો સરળતા થી મેળવી શકે તે દિશામા રાજયના પાટનગર ગાંધીનગર મુકામે રાજભવન ખાતે મહામહિમ રાજપાલ આચાર્ય દેવવ્રતજી અને દિલીપ સંઘાણીની પ્રત્‍યક્ષ ઉપસ્‍થિતીમા ગુજકોમાસોલ આગળ વધી રાજયની પ્રાકૃતિક યુનિવર્સિટી સાથે કરારપર હસ્‍તાક્ષરની મહોર લગાવી છે.

ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટી સાથેના હસ્‍તાક્ષર વેળા ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિ વિશ્‍વ વિદ્યાલયના કુલપતિ ડો.કે.સી.ટીંબડીયા, ગુજકોમાસોલના સીઈઓ દિનેશભાઈ સુથાર, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ મનિષ સંઘાણી સહિતના લોકો ઉપસ્‍થિત રહયા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, દિનપ્રતિદિન પ્રાકૃતિક  ખેતિ તરફ જઈ રહયા છે તેવા સમયે ગુજકોમાસોલ અને પ્રાકૃતિક યુવિવર્સિટી વચ્‍ચેનો કરાર પ્રાકૃતિક ખેત  ઉત્‍પાદનને નવુ બળ પુરૂ પાડશે

(11:45 AM IST)