News of Saturday, 5th April 2025
ભુપેન્દ્રભાઇ આવતીકાલે પક્ષીઓની વસાહત મોકર સાગર સાઇટની મુલાકાત લેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., પ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે તા.૬ના રોજ માધવપુર મેળાના ઉદઘાટન પુર્વે મોકર સાગર સાઇટની મુલાકાત લેશે અને આ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપશે.
રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓની વસાહત એવા મોકર સાગર સાઈટ પર પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. અંદાજીત ૨૦૦ કરોડના આ પ્રોજેક્ટનું ઈ- ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. સોમનાથથી દ્વારકા વાયા માધવપુર પોરબંદર દરિયાઈ પટ્ટી પર આવેલી આ સૌથી મોટી પક્ષી વસાહત છે. જે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટની કડી બનશે.
મુખ્યમંત્રીશ્રી મોકર સાગર સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત કરી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપશે.
પોરબંદર કલેક્ટર એસ. ડી. ધાનાણીએ મુખ્યમંત્રીશ્રીના સૂચિત પ્રોગ્રામની માહિતી આપી હતી અને કાર્યક્રમને લઈ ને સબંધિત તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
