તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 5th April 2025
ગરમ પવનોથી ગુજરાત શેકાઇ રહ્યુ છે સિંઘ-બલુચીસ્તાન-થાર રણ પ્રદેશ થઇ ને આવતા
ગરમીથી અકળાવનારો આ દૌર મધ્ય એપ્રિલ સુધી લંબાશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. પ :.. એક વેસ્ટર્ન ડિસ્ટર્બડસ જમ્મુ-કાશ્મિર પરથી પસાર થઇ ચૂકયું છે. જયારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી આઠમી એપ્રિલે દસ્તક દેશે જો કે વચ્ચેના ગેપમાં જે ઉત્તરના પવનોથી ગુજરાતમાં ગરમીમાં રાહત રહેતી હતી તે હવે ભૂતકાળ બની જશે. ઉત્તરના પવનોથી હવે પંજાબ થી માંડી બિહાર સુધી ગરમીમાં રાહતરૂપ સાબિત થશે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે રાજસ્થાન અને ગુજરાતમાં હાલ સિંઘ-બલુચીસ્તાન-થાર રણ પ્રદેશ થઇ ને આવતા ગરમ પવનો આવનારા દિવસોમાં બન્ને રાજયોમાં હિટવેવની સ્થિતિ ઉત્પન્ન કરશે. જો અરબ સાગરથી ગુજરાત તરફ પવનોની દિશા હોત તો ભેજવાળા પવનો થી ગરમીમાં આટલી રૌદ્રતા ન હોત.
મહેશ પલાવત વધુમાં જણાવે છે કે, આગામી બે-ત્રણ દિવસોમાં બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ સાયકલોનિક સકર્યુલેશન, લો-પ્રેસરમાં તબદીલ થવાની સંભાવના રહે છે. હવે એપ્રિલ-મે અને જૂનનો સમય ગાળો વાવાઝોડાઓ ઉદ્્ભવનારો સમય ગાળો ગણાય છે. આઇ એમડીના લોંગ ટાઇમ ફોરકાસ્ટ મોડેલ મેપ જોતા એવુ જણાય છે કે, મધ્ય એપ્રિલ સુધી રાજસ્થાન-ગુજરાતમાં લૂ ઝરતા ગરમ પવનો યથાવત રહી શકે છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
