તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ઉનામાં ભગવાન શ્રીરામનું રપ ફુટ ઉંચા શણગારેલા કટ આઉટનું આકર્ષણ
સેલ્ફી પોઇન્ટનો લાભ લેતા લોકોઃ સનાતન ધર્મની ઝાંખી કરાવતું પ્રદર્શનઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમીની ઉજવણીનું દમદાર આયોજન

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન નો જન્મ ઉત્સવ આગમી તા.૬ ને રવિ વારે ભવ્ય રીતે ઊના માં ઉજવવા મા આવશે આ માટે શ્રી, રામ કળષ્ણ જન્મ ઉત્સવ સમિતિ, સમસ્ત હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પરિવાર ના કાર્યકરો સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી લોકોના સહકારથી રામનવમી અવસરે આખા ગામ માં ધજા, પતાકા , કમાનો, થી શણગાર મા આવેલ છે. તેમજ ત્રિકોણ બાગ સામે ભગવાન રામ નું ૨૫ ફુટ ઉંચુ રોશની થી શણગારેલ કટ આઉટ તેમજ બાજુ માં વિશાળ સેલ્ફી પોઇન્ટ ઊભો કરવામાં આવ્યો છે.
તેમજ મુખ્ય રાજ માર્ગો ને સોનેરી લાઈટ ની સિરીઝ થી ઝગમગવી દીધું છે તેમજ શહેર મા ત્રિકોણ બાગ સામે આવેલ રાવણા વાડી મા સનાતન ધર્મ ની ઝાંખી કરાવતું ખુબજ આકર્ષક પ્રદર્શન રામાયણ મા આવતા તમામ કાંડની સમજ આપતી ઝાંખી માટે અયોધ્યા ઉભુ કરી રામજન્મ, રામ સેતુ, લક્ષમણ ઝૂલા, જંગલના જીવંત દ્રશ્યો, સીતા હરણ, રામ અને હનુમાનજી નું મિલન, અશોકવાટિકા, રામ અને રાવણ નું યુધ્ધ, રામજી નો અયોધ્યા મા રાજ્યભિષેક વિગેરે પ્રસંગો ના ચિત્રો આબેહુબ ઊભા કરેલ છે.
આ પ્રદર્શન તા.૨ ને બુધવાર ના રાત્રિ ના ૮થી ૧૨ લોકો ના દર્શન માટે ખુલ્લું મુકાયુ છે જે તા,૬ ને રવિ વાર સુધી ખુલ્લું રહેશે આ પ્રદર્શન જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
