<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

પ્રભાસપાટણમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા

૬૦૦૦ ચોરસ મીટરની જગ્‍યા પર ૭૦ કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: જિલ્લા કલેકટર શ્રી દિગ્‍વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ-પાટણ ખાતે સર્વે નંબર ૮૩૧ સરકારની માલિકીની જગ્‍યામાં જ્‍યાં નવા બસ સ્‍ટેન્‍ડ માટે જગ્‍યા ફાળવવામાં આવી છે એ આશરે ૬૦૦૦ ચોરસ મીટરની જગ્‍યા પર ૭૦ થી વધુ કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્‍શન કાપવામાં આવ્‍યાં હતાં વારંવાર સમજુતી કરવા છતાં પણ સ્‍વેચ્‍છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્‍ત સાથે આજરોજ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘણા સમયથી જમીનના અભાવે મલ્‍ટીપરપઝ બસ સ્‍ટેન્‍ડ અને ટ્રાન્‍સપોર્ટ હબ બની શકતું નહોતું. જે આ જગ્‍યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની  સગવડતામાં વધારો થશે તેમ તંત્ર એ જણાવેલ હતું બાંધકામો તોડવા વખતે પરીવારજનોએ રોડ જામ કરલ હતો અને હાય હાય ના નારા બોલાવેલ હતા સોમનાથ વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા સ્‍થળ ઉપર પહોંચેલ હતા ત્‍યારે પોલીસે તેમના સહીત ૧૫ વ્‍યકતીઓનો અટકાયત કરેલ હતી.

વિમલ ચુડાસમા એ જણાવેલ હતું કે ૭૦ વર્ષથી વધુ બે બે માળ સુધીના મકાનોમાં અનેક  પરીવારો રહેતા લાઈટ કનેકશન આપેલ હતું નગરપાલિકાનો વેરો તેમજ કુપન તેજ જગ્‍યાના સરનામા વાળા હતા બે દિવસ પહેલા કોર્ટમાં પોટીશન દાખલ કરેલ જેમાં અધિકારીઓને નોટીસ અપાયેલ હતી કોર્ટમાં કાર્યવાહી ચાલું હતી ત્‍યારે સવારના આ બાંધકામો દુર કરવા માટે જેસીબી ટ્રેકટરો આવી પહોચતા સ્‍થાનીકોએ ભારે વિરોધ કરેલ હતો ધારાસભ્‍ય તરીકે પ્રજાની સાથે રહેવું જોઈએ જેથી સ્‍થળ ઉપર જઈ વિરોધ કરેલ હતો ખુલ્લેઆમ હીટલરશાહી છે જયાં સુધી વ્‍યવસ્‍થા ન થાય ત્‍યાં સુધી કોઈપણ ગરીબના મકાન હટાવવા ન જાઈએ

એસ.પી, ડીવાયએસપી, પીઆઈ સહીત ના અધિકારીઓ એલસીબી, એસઓજી સહીત ૨૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ સ્‍થળ ઉપર બદોબસ્‍ત ઉપર રહેલ હતા એસ.પી મનોહરસિંહ જાડેજા એ વધારામાં જણાવેલ હતું કે શંખ સર્કલ પાસે વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ દુર કરવા માટે કામગીરી ચાલ છે જેમા અમુક લોકો વિરોધ કરતા કડક હાથે કામગીરી કરાયેલ છે તેમજ જણાવેલ હતું કે સરકારી કામ છે તેમાં કોઈપણ વ્‍યકિત કે પદાધિકારીઓ મુશ્‍કેલી સર્જશે તો કાયદેસરની કાર્યવાહી કરાઈ છે તેમજ અત્‍યારે પણ તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે આ કામગીરી રોકવામાં કોઈ અવરોધ કરશે તો પોલીસ તેમની કાર્યવાહી કરશે તેમજ જણાવેલ હતું કે શાંતિ પુર્વક કામગીરી ચાલુ છે.

(1:29 PM IST)