<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જેતપુર અને ઉપલેટામાં અસામાજીક તત્‍વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયાઃ ત્રણ સામે કાર્યવાહી

નવાગઢનો મોસીન ઉર્ફે કાનો લાખાણી વિદેશી દારૂના ૧૫ ગુના અને ઉપલેટાનો રિઝવાન અને તોહિદ મારામારીના ગુનામાં સામેલ

રાજકોટ, તા.૫: રાજ્‍યના ડીજીપી શ્રી વિકાસ સહાયે ૧૦૦ કલાકમાંગુંડા તત્‍વો તથા અસામાજીક કૃત્‍ય કરનાર શખ્‍સોની યાદી તૈયાર કરી તેના વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરી, ગુનાહિત ઈતીહાસ ધરાવતા શખ્‍સોની મિલ્‍કત બાબતે ખરાઈ કરી તેના ગેરકાયદેસર બાંધકામ અથવા સરકારી જમીન પર દબાણો દૂર કરી તેની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપતા રેન્‍જ આઈ.જી.અશોક યાદવ તથા રૂલ એસ.પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ જેતપુર પોલીસના પી.આઈ. એમ.એમ. રાઠોડ તથા પી.એસ.આઈ. એલ.ડી.મેતા સહિતનો સ્‍ટાફ તથા મામલતદાર અને નગરપાલીકાની ટીમ જેતપુર તાલુકા વિકાસ અધીકારીની ટીમ અને પીજીવીસીએલની ટીમે જેતપુર નવાગઢમાં ખાટકી વાસમાં રહેતો અને વિદેશી દારૂના ૧૫ ગુન્‍હામાં સામેલ મોસીન ઉર્ફે કાનો મહમદભાઈ લાખાણી એ કરેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી તેની સામે કાર્યવાહી કરી હતી, જ્‍યારે ઉપલેટામાં પણ મારામારીના ગુન્‍હામાં સંડોવાયેલા રીઝવાન આમદભાઈ ઉર્ફે આમુદભાઈ નારેજા અને તોહિદ વલીમામદભાઈ નારેજા એ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વંડો બનાવી દબાણ કરેલ હોઈ. ઉપલેટા પોલીસના પી.આઈ.બી.આર. પટેલ, પી.એસ.આઈ. એસ.પી.ભટ્ટ સ્‍ટાફ સાથે તથા તાલુકા વિકાસ અધિકારીની ટીમ તથા ચિખલીયા ગ્રામ પંચાયતની ટીમે વંડો તોડી પાડી દબાણ દૂર કરી બંને સામે કાર્યવાહી કરી હતી.

(1:35 PM IST)