તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
કચ્છમાં માતાના મઢ શ્રી આશાપુરા માતાજી મંદિરે હોમાદિક ક્રિયા

માં આશાપુરાધામ માતાના મઢ કચ્છ ખાતે કાલે ચૈત્રી નવરાત્રી નિમિતે હોમાદિક ક્રિયા કરાઈ હતી. રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી હોમ હવન વિધિ કરેલ રાત્રીના ૧:૩૦ કલાકે બીડું હોમવામાં આવેલ. હોમાદિક ક્રિયા વિધિ દેવપ્રસાદ વાસુ દ્વારા કરવામાં આવેલ. માં આશાપુરાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલ. વિશાળ સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેલ માં આશાપુરાના દર્શનમાત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે.(તસ્વીરઃ અહેવાલ વિનોદ ગાલા(ભુજ) વિનોદભાઈ પોપટ,મો.૯૯૭૯૯-૦૭૨૧૮,રાજકોટ
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
