<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ધ્રોલ પાલીકાનાં ઉપપ્રમુખના પતિ ઉપપ્રમુખની ખુરશી ઉપર બેઠાઃ ખુરશી

ખાલી ન હોવાથી ત્‍યાં બેઠા હોવાનો ખુલાસો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., પઃ ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની વરણી બાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા ની સત્તાવાર રીતે જાહેરાત થઇ છે. ત્‍યારે સોશિયલ મીડિયા પર ફોટો ભારે વાયરલ થયો છે તેમાં રંજનબેન દલસાણીયાના  પતિ ખુરશી પર બેસતા હોય તેવો ફોટો વાયરલ થયો ભારે ચર્ચા આ બાબતે ગોવિંદભાઈ દલસાણીયા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે એક મિટિંગના કાર્યક્રમમાં બેઠા હતા અને ખુરશી ખાલી નહોતી એટલે હું ખુરશી પર બેઠો હતો તેમ  અકિલાને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું

(1:39 PM IST)