તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
સુરેન્દ્રનગરના શેખપર પાસે ભોગાવો નદીમાં ડમ્પર ખાબકયુઃ ૩ના મોતની આશંકા
એક યુવકનો મૃતદેહ મળ્યોઃ અન્યની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૫: શેખપર નજીક નદીમાં ડમ્પર ખાબકતા ૩ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે. ફાયરની ટીમો દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શેખપર ગામ પાસેની નદીમાં રેતી ભરી અને પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે પોતાના ડમ્પરની બ્રેક ફેલ થઈ જતા અચાનક જ gj 18 gb 84 84 નંબરના ડમ્પરના ચાલકે પોતાના ડમ્પર ઉપર કાબુ ગુમાવ્યો અને એટલી બધી હદે રેતી ભરી કે પોતાનું ડમ્પર પણ કાબુ ના કરી શકયો અને ડમ્પર નદીમાં પલટી ખાઈ ગયું અને નદીમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે જેમાં એક વ્યક્તિનો મળતદેહ મળ્યો છે અને હજુ બે વ્યક્તિઓને તપાસ અને તેનો મળતદેહ કાઢવા માટેની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ત્રણના મોતની આશંકા હાલ સેવાઈ રહી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
