<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ટંકારા રામમય બન્‍યું આવતી કાલે રામનવમીની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા આજે સાંજે બાઈક રેલી

મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ બાઈક રેલી રામનવમીએ ભવ્‍ય શોભાયાત્રા બાદ તમામ ભક્‍ત સમુદાય માટે ફરાળની વ્‍યવસ્‍થા કરાઈ

(જયેસ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.પઃ ટંકારામાં સમસ્‍ત હિન્‍દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને આગામી ૬એપ્રિલને રવિવારે ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્‍વજા પતાકાથી સજાવાયુ છે, ચોક ખાતે અયોધ્‍યા નિજ મંદિર થિમ પર પંડાલ ઉભો કરાયો છે. સાથે પ્રાગટય દિવસની પુર્વ સંધ્‍યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના દિવસે ઘરના આંગણે આસોપાલવના તોરણ, ભગવી ધ્‍વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્‍યવસ્‍થા ઉપરાંત ઠેર ઠેર પાણી, ઠંડા પીણાનુ પણ આયોજન કરાયુ છે.

શોભાયાત્રા આવતી કાલે રવિવારે સવારે ૯:૩૦ વાગ્‍યે લક્ષ્મીનારાયણ સોસાયટી ગરબી ચોકથી નિકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે રામ જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે ત્‍યારબાદ મહાલય ખાતે ફરાળ વ્‍યવસ્‍થા કરી છે આજે સાંજે ૬ વાગ્‍યે ફુલિયા હનુમાનજી મંદિર દેરીનાકાથી બાઈક રેલી નીકળશે તમામ તાલુકા વાસીને જોડાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

(1:46 PM IST)