તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
માળિયા (મી.) નજીક હાઈવે પર કારમાંથી રૂ.૨.૬૯ લાખના દારૂ સાથે બે ઝડપાયા
માળિયા (મીં) પોલીસની કાર્યવાહી વધુ એક શખ્સનું નામ ખુલતા તેન શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫: માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી ક્રિયા સેલટોસ કાર રજી નં. GJ-૩૯.CH-૫૪.૩૦માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂ ડેનીમ ૩૦ ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ ૪ર૦ જેની કિ. રૂ. ૨,૬૯,૨૨૦/- સાથે મહેશભાઈ દેવાભાઈ ખીટ ઉ.વ ૩૦ ધંધો મજુરી રહે-હાલ જશોદાનગર તા-ભચાઉ અને બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઈ ખીટઉ.વ.૩૦ રહે-હાલ-ચીરાઈ તા-ભચાઉને પકડી લીધા છે.
આ ઉપરાંત દારૂનો જથ્થો આપનાર દેવા નામના શખ્સનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પીઆઈ આર.સી.ગોહિલ, પી.એસ આઈ ડિ.કે.જાડેજા, એ.એસ.આઈ વનરાજસિંહ બાબરીયા, પોલીસ હેડ કોન્સ.
પળથ્વીરાજસિંહ જાડેજા, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ. બિપીનભાઈ પરમાર, જયપાલસીંહ ઝાલા, હરપાલસિંહ રાજપૂત, રવિભાઇ મિયાત્રા, પ્રવિણસિંહ રાઠોડ જોડાયેલ હતા.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
