<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મોરબીમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ સાગર, મહેબુબ અને સોનલને પાસા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૫: મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત ત્રણને પાસા હેઠળ ડીટેઈન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જેલહવાલે કરવામાં આવ્‍યા છે

મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવળત્તિ સાથે સંકળાયેળ બે ઈસમો અને એક મહિલાના પાસા વોરંટ ઈશ્‍યુ થયા હતા જેથી સામાવાળાનોની અટકાયત કરવા એલસીબી ટીમ તેમજ બી ડીવીઝન પોલીસ ટીમોએ પાસા વોરંટની બજવણી કરી હતી જેમાં સાગર કાંતિભાઈ પલણ (ઉ.વ.૩૨)ને જીલ્લા જેલ જુનાગઢ, મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરા (ઉ.વ.૩૧)ને મધ્‍યસ્‍થ જેલ વડોદરા અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્‍બાસ કટિયા (ઉ.વ.૪૦) ને મધ્‍યસ્‍થ જેલ અમદાવાદ ધકેલવામાં આવ્‍યા છે.

(1:50 PM IST)