<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ના કાઉન્ટ ડાઉન : બુધવારે જૂનાગઢમાં "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત" અભિયાન હેઠળ યોગ શિબિર

શિબિરમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવવામાં આવશે. યોગના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે,

જૂનાગઢ :ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢના નાગરિકો માટે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.

આપ સૌ જૂનાગઢના રહેવાસીઓને આ યોગ શિબિરમાં સડભાગી થવા માટે ડાર્દિક આમંત્રણ છે. યોગ એ માત્ર એક શારીરિક કસરત નથી, પરંતુ તે આપણા જીવનને શાંતિ, સંતુલન અને આનંદથી ભરી દેવાની એક કળા છે. નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, તણાવ ઓછો થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

આ યોગ શિબિર ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૦૫-૩૦ થી ૦૭-૩૦ સુધી સરદારબાગ, જુનાગઢ ખાતે યોજાશે. આ શિબિરમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવવામાં આવશે. યોગના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેઓ સહભાગીઓને યોગ્ય રીતે યોગાભ્યાસ કરવામાં મદદ કરશે.

આ શિબિર આપણા માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીના 'મન કી બાત' કાર્યક્રમમાં મેદસ્વીતાને વૈશ્વિક ચિંતા ગણાવીને તેના નિવારણ માટે યોગને પ્રોત્સાહન આપવાના આહ્વાનથી પ્રેરિત થઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત" અભિયાન જાહેર કરવામાં આવ્યો, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ શિબિરનું આયોજન કરેલ છે તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની થીમ "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ" છે, જે આપણને યોગના માધ્યમથી સમગ્ર માનવજાતના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરે છે.

આ શિબિરમાં ભાગ લેવા માટે કોઈ પણ વયજૂથના લોકો જોડાઈ શકે છે. આ યોગ શિબિરમાં જોડાઈને આપ આપના જીવનને વધુ સ્વસ્થ અને આનંદમય બનાવી શકો છો. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે ઍક જીવનશૈલી છે જે આપણને શાંતિ અને સંતોષ તરફ લઈ જાય છે.

ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ આપ સૌની સહભાગીતાની અપેક્ષા રાખે છે. ચાલો, સાથે મળીને યોગના માધ્યમથી સ્વસ્થ અને સુખી જીવન તરફ આગળ વધીએ.

(7:06 PM IST)