<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

કચ્છમાં આગામી બે દિવસ હીટવેવને લઈને રેડ એલર્ટ: મોરબી-રાજકોટમાં ઓરેન્જ એલર્ટ: જાણો લેટેસ્ટ અપડેટ

જાણો આજથી આગામી 11 એપ્રિલ સુધી હવામાન કેવું રહેશે? શું કહે છે હવામાન વિભાગ ?

અમદાવાદ : ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી ગરમી વધવા લાગી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 11 એપ્રિલ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી આપી છે. કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ હીટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 06 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 07 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 08 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 09 એપ્રિલના રોજ કચ્છમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 અને 11 એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રહેશે.

(7:49 PM IST)