<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મોરબી જલારામ ધામ ખાતે આયોજિત વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો.

મોરબી જલારામ ધામ ખાતે આયોજિત વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જલારામ ધામ ખાતે સતવારા સમાજ અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૫ દર્દીઓએ લાભ લીધો અત્યાર સુધી ના ૪૩ કેમ્પ માં કુલ ૧૨૬૮૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૫ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૧૫ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો

   ઉપરાંત ૧૨૬ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૪૨ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૨૩૭૧ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૫૬૫૮ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૩૧૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૨૬ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

(8:01 PM IST)