<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મોરબીમાં રામનવમીને લઈ એસપીની અધ્યક્ષતામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.

કાલે શોભાયાત્રા દરમિયાન 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 6 પીએસઆઈ અને 170 પોલીસ સ્ટાફ તથા જીઆરડીનો બંદોબસ્ત હશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રામનવમીને લઈ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.

મોરબીમાં આવતીકાલે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે પોલીસ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ કે આવતીકાલે રામનવમીની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને કાયદો -વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ છે. આવતીકાલે મોરબી શહેરમાં 1 ડીવાયએસપી, 5 પીઆઇ, 6 પીએસઆઈ અને 170 પોલીસ સ્ટાફ તથા જીઆરડીનો બંદોબસ્ત રહેશે. ડ્રોન- વીડીયોગ્રાફી પણ થશે. લોકોને પણ અપીલ છે કે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય ૨હે અને કાયદાનો ક્યાંય ભંગ ન થાય તેની તકેદારી રાખે.

(10:40 PM IST)